અમરેલીના જેસિંગપરામાં કપડાં સૂકવવાની દોરી છોડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં 10 જેટલા લોકોએ પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં ફરિયાદી ભરતભાઈ અને તેમના પુત્ર રવિ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હુમલો ધોકા, કુહાડી, ઈંટ અને પથ્થરો જેવા હથિયારોથી કરવામાં આવ્યો હતો.
કપડાં સૂકવવાની દોરી છોડવા બાબતે થઇ માથાકૂટ
હુમલાખોરોએ ભરતભાઈ પર હત્યાના ઈરાદે માથાના પાછળના ભાગે કુહાડીનો ઘા કર્યો હતો. જેના કારણે તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ હુમલામાં તેમના પુત્ર રવિને પણ ઈજાઓ થઈ હતી. આ અંગે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.













