અમરેલીના ધારીના ગઢીયા-વીરપુર મહંત પર જીવલેણ હુમલો થયો છે, મહંત હરસદ બાપુ પર તલવારથી હુમલો કરાયો છે અને મહંતને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે પોલીસે હુમલાને લઇ વધુ તપાસ હાથ ધરી છે, કોણે હુમલો કર્યો છે તેનું નામ સામે આવ્યું નથી, પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને તપાસ શરૂ કરી છે.
ધારી તાલુકાના ગઢીયા વિરપુર ગામે દાન બાપુની જગ્યાના મહંત પર થયો જીવલેણ હુમલો
ગઢીયા વિરપુરના દાનબાપુની જગ્યાના મહંત હરસદ બાપુ પર થયો જીવલેણ હુમલો જેને લઈ તેમના અનુયાયીઓમાં પણ રોષની લાગણી જોવા મળી છે, બાપુ તેમના આશ્રમમાં હતા તે સમયે અજાણ્યા શખ્સો આવ્યા અને તેમની પર હુમલો કરીને ફરાર થયા છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને પોલીસ શખ્સોને શોધવા માટે નીકળી ગઈ છે, મહંતને માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.













