બનાસકાંઠામાં મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો હતો. બે બાળકોની માતાએ પ્રેમી માટે બાળકોને તરછોડ્યા હતાં. બાળકોને તરછોડયાનો વીડિયો વાયરલ સામે આવ્યો હતો. પોલીસ મથકમાં બાળકો માતાને રડતાં રડતાં આજીજી કરતા રહ્યા પણ માતા બાળકોને હડસેલી પ્રેમી સાથે જતી રહી હતી.મકડાલા ગામે પરણિતા ગુમ થતા ફરિયાદ નોંધાઇ હતી.મહિલા કાંકરેજમાં પ્રેમી સાથે રહેતી હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિલા અને તેના પ્રેમીને વલસાડથી ઝડપ્યા હતા.પ્રેમીના પરિવારે મહિલાને દુલ્હનની જેમ વધાવી છે.મહિલા અને તેના પ્રેમી ઉપર લોકોએ ફિટકાર વરસાવી રહ્યા છે. ત્યારે એક ભૂવાએ આ મહિલા અંગે ભવિષ્યવાણી કરી છે.
મહિલાને લઇ જનારનું રમણભમણ કરવાની ચેતવણી













