બનાસકાંઠામાં ડબલ મર્ડરની ઘટના બની છે જેમાં SMCના PI એ.વી પટેલના માતા-પિતાની હત્યા કરવામાં આવી છે, અજાણ્યા વ્યકિતઓ ઘરમાં ઘુસીને હત્યા કરીને ફરાર થયા છે, સમગ્ર ઘટનાની જાણ તતાની સાથે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારા હત્યા કરીને રાજસ્થાન તરફ ભાગ્યા હોવાની પોલીસને શંકા છે.
અજાણ્યા વ્યક્તિઓએ હત્યાને આપ્યો અંજામ
બનાસકાંઠાના લાખણીના જસરા ગામે હત્યાનો બનાવ બન્યો છે જેમાં ઘરમાં રહેલ દંપતીની હત્યા કરવામાં આવી છે, પિતા વર્ધાજી અને માતા હોશીબેન પટેલની હત્યા કરવામાં આવી છે, તો આગથળા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, તો તિક્ષણ હથિયાર વડે આ હત્યા થઈ હોવાની માહિતી સામે આવી છે, પોલીસે સમગ્ર ઘટનામાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
ઘરમાં દંપતી હતુ અને હત્યારાઓએ કરી હત્યા
ઘરમાં દંપતી સુતુ હતુ અને તે સમયે અચાનક હત્યારાઓ ઘરમાં પ્રવેશ્યા અને ઘટનાને અંજામ આપ્યો, હત્યા થવાનું કારણ અકબંધ છે, પોલીસે રોડ પર રહેલા સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, કેમકે ઘરની આસપાસ કોઈ સીસીટીવી નથી, FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ કરી રહી છે, લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી છે કે શું તેને લઈ પોલીસની અલગ-અલગ ટીમો કામ કરી રહી છે, લાખણી ગામમાં શોકનો માહોલ છવાયો છે. ખેતરમાં રાત્રીના સમયે સુતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ કરી ઘાતકી હત્યા.