વાલિયાથી દોડવાડા ગામ જતાં રસ્તા પરના નાળા પરથી મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી હત્યારા પતિની ધરપકડ કરી છે. મૃતકની ઓળખ લખનૌની રૂચિ અવસ્થી અને હત્યારાની ઓળખ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી શિવકૃપા બંગલોઝમાં રહેતાં રાજેન્દ્ર શ્રીવાસ્તવ તરીકે થઈ હતી.
દોડવાડામાં મહિલાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો












