ભાવનગર જિલ્લામાં ભાઈ બહેનના પવિત્ર સંબંધોને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના તળાજા ખાતે એક બહેને પોતાના ભાઈની સામે જ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી જવા પામી છે . આ કેસમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધ ઉપર પણ હવે લાંછન લાગ્યુ છે.
બહેને પોતાના ભાઈ સામે જ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી
ભાવનગર જિલ્લાના તળાજા પંથક માં આવેલ એક ગામમાં એક બહેને પોતાના જ સગા ભાઈ સામે દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે. સમગ્ર ઘટના અંગે તળાજા પોલીસ મથક ખાતે 27 ઓગસ્ટ ના રોજ તળાજા પંથકમાં રહેતી એક બહેને પોતાના ભાઈ સામે જ દુષ્કર્મ ની ફરિયાદ નોંધાવી છે જેથી પોલીસે દુષ્કર્મ આચરનાર ભાઈ ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.













