ભાવનગરના પ્રેસ રોડ પર એક યુવકની હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. રોહિત ઉર્ફે ગોપાલ બારૈયાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરાઈ છે. સામાન્ય બોલાચાલીમાં હત્યા કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. યુવકને બચાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો છે.
શહેરમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો













