ભાવનગરના વડવામાં 10 લોકોએ લારીમાં કરી હતી તોડફોડ અને પોલીસે 7 લોકોની ધરપકડ કરી સરઘસ કાઢ્યું છે, આરોપીઓને ઘટનાસ્થળે લાવી રિકન્સ્ટ્રકશન કર્યુ હતુ, લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા, નિલમબાગ પોલીસ મથકમાં 10 લોકો સામે નોંધાયો હતો લૂંટ અને મારામારીનો ગુનો.


નિલમબાગ પોલીસે 7 જેટલા આરોપીઓની કરી ધરપકડ

ભાવનગર પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા લુખ્ખા, લુખ્ખાઓએ વેપારી પાસે મફતનું ખાવાનું માગ્યું હતુ અને તે ના આપતા લુખ્ખાઓએ લારીમાં તોડફોડ કરી હતી અને વડવા વિસ્તારમાં લુખ્ખાઓએ કરી તોડફોડ, તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.

ભાવનગર શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ

શહેરના વડવા વિસ્તારમાં અસામાજિક તત્વોએ નાસ્તાની લારીમાં તોડફોડ કરી છે, મોડી રાત્રીના સમયે નોનવેજની લારીએ મફતમાં જમવાનું માગી તોડફોડ કરી હતી અને વડવા પાદર દેવકી વિસ્તારમાં લારીઓમાં તોડફોડ કરી હતી, ઘટનાની જાણ નિલમબાગ પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આવ્યો હતો, જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર પોલીસ ફરીયાદ નોંધાઇ નથી અને લારી ધારકનો આક્ષેપ છે કે, આવારાતત્વોએ લારીમાં તોડફોડ કરી ગલ્લામાં રહેલા રૂપિયા પણ લઈ ગયા.

હથિયારો સાથે આવેલા 4 થી 5 શખ્સોએ મચાવ્યું હતું દંગલ

તો સ્થાનિકો અને લારીના વેપારીનું કહેવું છે કે, હથિયારો સાથે શખ્સો આવ્યા હતા અને લૂંટ પણ કરી છે, ત્યારે આવા અસામાજિક તત્વોને ડામવા ભાવનગર પોલીસ નિષ્ફળ નીવડી છે, ત્યારે અવાર-નવાર ભાવનગરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવતો હોય છે, બીજી તરફ ભાવનગરના તિલકનગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ડ્રાઇવીંગ કરતા વિજયભાઇ રાજુભાઇ મકવાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ઘર પાસે રિક્ષા પાર્ક કરેલ હોય જેની નજીક આશીષ ઉર્ફે ફુદી વિક્રમભાઇ સોલંકી, રામજી ઉર્ફે રામ નરેશભાઇ સોલંકી, રવિ ઉર્ફે વાસુ કિશનભાઇ સુરેલા, સંતોષ બહાદુરભાઇ સોલંકી, અભિ ઉર્ફે અભીશ બહાદુરભાઇ સોલંકી જાહેરમાં ફટાકડા ફોડી, રીક્ષાને નુકશાન કરતા હોય જે બાબતે વિજયભાઇએ રિક્ષા પાસે ફટાકડા ફોડવાની ના પાડી હતી.

 

  • Follow us on: