ભાવનગરના વિજયરાજનગરમાં રાત્રીના સમયે ચોરીની ઘટના બની છે. અહીં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેણાંક વિસ્તારોમાં ચોરી કરવામાં આવી છે. અને લેપટોપ, મોબાઇલ, રોકડ સહિત 2.66 લાખની ચોરી થઇ છે. હીરાના વેપારી ધર્મેશભાઈ વાઘાણીના ઘરમાં ચોરી કરતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે. સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


ચોરોનો આતંક

ભાવનગરના વિજયરાજનગરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ, ચકચાર વ્યાપી છે. ચોરોએ ઘરમાં ચોરી કરીને સ્થાનિકોમાં પોતાનો ભય ઉભો કર્યો છે. હીરાના વેપારી ધર્મેશભાઈ વાઘાણીના ઘરમાં ચોરી કરવામાં આવી છે. અને લેપટોપ, મોબાઇલ, રોકડ સહિત 2.66 લાખનો સામાન ચોરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી છે. ઘટનાના સીસીટીવીના ફુટેજ સામે આવ્યા છે. જેમાં ઘરમાંથી ચોરો બહાર નિકળતા દેખાઇ રહ્યા છે. અને બેગમાં વધુ સામાન હોવાનું પણ જણાઇ રહ્યુ છે. આ ચોર કોઇની બીક રાખ્યા વિના બહાર નિકળતા દેખાયા છે.

પોલીસનો નથી કોઇ ડર ?

ભાવનગર શહેરમાં આતંકનો માહોલ વધ્યો છે. આવારા તત્ત્વો સ્થાનિકોને નિશાન બનાવી રહ્યા છે. તો અસામાજિક તત્ત્વો પણ આતંક ફેલાવી રહ્યા છે. ત્યારે પોલીસ વ્યવસ્થા અને કાયદા-કાનૂન પર પ્રશ્ન ઉઠા રહ્યા છે. જો આવી જ રીતે ગુંડાઓ બેફામ રહેશે તો સામાન્ય નાગરિકો ઘરની બહાર નિકળતા પણ ડરશે. 

  • Follow us on: