ભુજમાં પણ સુરત ગ્રીષ્મા હત્યા કેસ જેવી ચોંકાવનારી ઘટના બની છે. ભુજના એરપોર્ટ રોડ પર યુવતીએ પ્રેમ સંબંધ રાખવાનો ઇન્કાર કરતાં ઉશ્કેરાયેલા યુવકે યુવતીનું ગળુ કાપી નાખીને તેની હત્યા કરી છે.


હૃદય કંપાવી દેનારી ઘટના

ભુજ શહેરમાં હૃદય કંપાવી દેનારી ઘટના સામે આવી છે એરપોર્ટ રોડ પર આવેલ સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાક્ષી ભાનુશાળીએ તેના પાડોશમાં રહેતા મોહિત મુળજી સિધ્ધપુરા નામના યુવક સાથે પ્રેમ સંબધ રાખવાનો ઇન્કાર કરતા યુવકે છરી વડે યુવતીનું ગળું કાપી મોતને ઘાટ ઉતારી છે.

મોહિતે ભુજ છોડીને ગાંધીધામ આવવા દબાણ કર્યું

આરોપી મોહિત મુળજીભાઈ સિધ્ધપુરા ગાંધીધામમાં યુવતીના પાડોશમાં રહેતો હતો. યુવક અને યુવતી બંને પ્રેમ સબંધમાં હતા. તાજેતરમાં યુવતી તરફથી સંબંધ તોડી ભુજમાં રહીને અભ્યાસ ચાલુ કર્યો હતો. મોહિત ગઈકાલે સાક્ષીને ફોન કરીને ભણવાનું છોડી દઈને ગાંધીધામ પરત આવી જવા દબાણ કર્યું હતું. યુવતીએ આ સમગ્ર બાબત તેના માતાને જણાવી હતી જે બાદ યુવતીએ મોહિત સાથે સંપર્ક તોડી નાખ્યો અને તેને બ્લોક પણ કરી દીધો હતો.

સાક્ષી અને મોહિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ

નારાજ થયેલો મોહિત અને તેનો મિત્ર જયેશ ઠાકોર બાઇક લઈને ભુજ યુવતીને મળવા માટે આવ્યા હતા..જે દરમિયાન સાક્ષી અને મોહિત વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી જે બાદ મોહિતે ઉશ્કેરાઈ જઈ સાક્ષી અને જયેશ પર છરી વડે હુમલો કરતા બંને ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે મોડી રાત્રે યુવતીનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો છે.

વિધાર્થી સંગઠનોમાં આક્રોશ

પશ્ચિમ કચ્છ પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરી હતી.ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી મોહિતને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે..આ બનાવ લઈને વિધાર્થી સંગઠનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે..ABVP અને NSUI એ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી સમગ્ર કચ્છ જિલ્લામાં આવેલા તમામ શેક્ષણિક સંકુલમાં સિક્યુરિટી વધારવામાં આવે તેવી રજુઆત કરી છે..સાથેજ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે..

  • Follow us on: