ભુજનો યુવક પોતાના જ ઘરમાં 32.30 લાખની ચોરી કરી મિત્ર સાથે કોલકતાની ફ્લાઈટ પકડે તે પહેલાં જ પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી લીધો હતો. ઈશાને પૂછપરછ દરમિયાન પોલીસ સમક્ષ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. હકીકતમાં ઇશાનને તેનો મિત્ર રાહુલ ભગવાનજી સોલંકી બ્લેકમેઈલ કરતો હતો.


પોતાના જ ઘરમાં 32.30 લાખની ચોરી કરી

રાહુલે તેના ઘરમાંથી બળજબરીપૂર્વક ચોરી કરી હતી, અને ઈશાનને ગોવા ફરવા માટે મોકલી દીધો હતો. રાહુલે ઈશાનનો દારુ-સિગારેટ પીતો વીડિયો બનાવ્યો હતો. આ કેસમાં પોલીસે રાહુલ સોલંકી અને રાહુલ મહેશ્વરીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કર્યો છે. કોર્ટે બંને આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

રાહુલે ઈશાનનો દારુ-સિગારેટ પીતો વીડિયો બનાવ્યો

ઈશાનની માતા લખનૌ ગઈ હોવાનું જાણતાં રાહુલે 18મી જૂલાઈની રાત્રે ઈશાનના ઘરે આવી, તિજોરીમાંથી તેને ચોરી કરવા દબાણકરેલું આરોપીએ ડુપ્લિકેટ ચાવી 2 તિજોરીમાં રહેલી રોકડ રકમ અને ઘરેણાં ચોરી લઈને પોતાના ઘેર જતો રહ્યો હતો. ઈશાનના ઘરમાં ચોરી કર્યાં બાદ રાહુલે નવો પ્લાન બનાવ્યો હતો. ઈશાન અને તેના મિત્રને ગોવા ફરવા જવા ટુર પેકેજ બુક કરાવી દીધું હતું. બ્લેકમેઇલ કરીને ઘરમાંથી ચોરી કરાવવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી મુદ્દામાલ રિકવર કર્યો છે. ઝડપાયેલા આરોપી રાહુલ સોલંકી અને રાહુલ મહેશ્વરીને રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કર્યા છે. કોર્ટે એક દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.


  • Follow us on: