ગુજરાતમાં એસટી બસની ટક્કર વાગતાં એક યુવકનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે. દાહોદમાં એસટી બસે ટક્કર મારતાં બાઈકચાલક યુવકનું મોત થયું છે. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતાં. લોકોએ 108 અને પોલીસને અકસ્માતની ઘટનાની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. અકસ્માતની ઘટનાને લઈને મૃતકના પરિવારજનો રોષે ભરાયા છે.
વડોદરાથી દાહોદ આવતી એસટી બસે મારી ટક્કર













