દ્વારકા નેશનલ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બનવા પામી. બોટાદથી 4 મિત્રો પોતાના ખાનગી વાહનમાં દ્વારકા જવા નીકળ્યા હતા. ત્યાં જામખંભાળિયા નજીક કાર પલટી જતા ગમખ્વાર અકસ્માત બનવા પામ્યો. દ્વારકા મંદિર જતા પહેલા જ કારમાં સવાર મિત્રોને અકસ્માત નડયો. આ ભયાનક અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત નિપજયું જ્યારે અન્ય 3 મિત્રો ગંભીરપણે ઘાયલ થયા. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.
વાહનચાલકની બેદરકારીએ સર્જયો અકસ્માત













