દ્વારકાના મીઠાપુરમાં પૂર્વ પ્રેમીએ પ્રેમિકાના જીવનમાં ઝેર ઘોળતા યુવતીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. યુવતીએ આત્મહત્યા કર્યાનો પતિને આઘાત લાગતા જીવન ટૂંકાવ્યું. સમગ્ર મામલે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે યુવતીને તેના પૂર્વ પ્રેમી દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. પૂર્વ પ્રેમીની ધમકીને તાબે ના થતા યુવતીએ આખરે આ રસ્તો અપનાવ્યો હતો. મીઠાપુર પોલીસ દ્વારા યુવતીના પૂર્વ પ્રેમીની ધરપકડ કરવામાં આવી. પોલીસે આરોપી સામે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી.


પૂર્વ પ્રેમીએ સંબંધ રાખવા દબાણ કર્યું

મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મીઠાપુરમાં શક્તિ નગર વિસ્તારમાં રહેતા જયેશ ભરડવા નામના યુવાને મૂળ ઉત્તરપ્રદેશની મીના દેવી ઉર્ફ નેહા સાથે લગ્ન કર્યા હતા. જયેશ અને મીના મીઠાપુર ખાતે સુખી દાંમ્પત્ય જીવન જીવતા હતા. સમય વિતતા જયેશ ભરડવાની પત્ની નેહાને આકસ્મિક પણે તેના પૂર્વ પ્રેમી સાથે સંપર્ક થયો. જેના બાદથી નેહાનો પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેના તેને સંબંધ રાખવા દબાણ કરવા લાગ્યો.

વીડિયો વાયરલ કરતા લીધું અંતિમ પગલું

નેહાના પૂર્વ પ્રેમીએ કહ્યું કે મારી સાથે સબંધ રાખ નહીંતર આપણા બેયના અંગત પળોનાં વિડિયો હું ફેસબુક પર શેર કરીશ. પૂર્વ પ્રેમી રાજીવની ધમકીને તાબે ના થતા તેણે નેહાના બિભત્સ વિડિઓ ફોટા ફેસબુક પર શેર કરી દીધા. આ વીડિયો શેર થયા બાદ સમાજમાં બદનામીનાં ડરથી નેહાએ ગળા ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ત્યારબાદ નેહાના પતિ જયેશ ભરડવાએ પણ પત્નીના મૃત્યુના આઘાતમાં જીવન ટૂંકાવ્યું હતું.

પોલીસે આરોપી પૂર્વ પ્રેમીની ઝડપી પાડ્યો

પતિ-પત્નીના મોતથી સમગ્ર મીઠાપુર પંથકમાં અરેરાટી પ્રસરી ગઈ હતી. જયેશના મૃતદેહ પાસેથી સુસાઈડ નોટ મળી હતી. એવું પરિવારનું કહેવું છે અને સુસાઈડ નોટમાં રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાના નામનો પણ ઉલ્લેખ કર્યોનો દાવો પરિવારના સભ્યો કરે છે. મીઠાપુર પોલિસ દ્વારા આ સુસાઈડ નોટના આ આઘારે આરોપી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા. આજે 9 મહિનાને અંતે નેહાના પૂર્વ પ્રેમી રાજીવ ઉર્ફ વિક્કી સક્સેનાને મીઠાપુર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો.

  • Follow us on: