ગુજરાતમાં આગામી પાંચ દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. માછીમારોને પાંચ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આગાહી કરાઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દ્વારકાના દરિયામાં ભારે પવન સાથે કરંટ જોવા મળ્યો છે. દરિયા કિનારે 10થી 15 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે.
ગોમતી ઘાટ પર દસથી પંદર ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે













