ગુજરાતમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે. દરિયામાં ભારે કરંટ હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. ત્યારે દ્વારકામાં વાડીનાર જેટી ખાતે ઊંટનું ટોળુ દરિયામાં તણાઈને આવ્યું હતું. સમગ્ર બાબતે પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
સિંગચ ગામેથી ઉંટ તણાઇને આવ્યાની માહિતી













