દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે દ્વારકાધીશ જગત મંદિરમાં ભક્તો મંદિર પરિસરમાં ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી રાસ રમતા નજરે પડ્યા હતાં. યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન દ્વારકામાં ભક્તોને છેતરતી વેબસાઈટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.ઘરે બેઠા 201માં માખણ ચડાવવાનો વીડિયો વાયરલ થયો હતો. અગાઉ 500 રૂપિયામાં દર્શન કરાવવાનો દાવો કરાયો હતો.


દ્વારકા મંદિરના વહીવટદારની સ્પષ્ટતા

આ વીડિયો અંગે દ્વારકાધીશ જગત મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે જણાવ્યું હતું કે, જન્માષ્ટમીનો તહેવાર નજીક આવતા જ ઓનલાઈન છેતરપિંડી કરનારા સક્રિય થયા છે. આવા લે ભાગું લોકોનો કોઈ ભોગ ના બને તે હેતુસર દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઘર મંદિર નામની વેબસાઈટ પર દાવો કરવામાં આવ્યો છે કે જગત મંદિર ખાતે જન્માષ્ટમી પર્વે મળતું પ્રસાદ અને ફૂલ માળા ઓનલાઇન પેમેન્ટ કરી ઘર બેઠા મંગાવો. આ એક પ્રકારનો ફ્રોડ છે આવી વ્યવસ્થા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવી નથી. દ્વારકાધીશ જગત મંદિરને લગતી તમામ માહિતી દેવસ્થાન સમિતિ ખાતે આપવામાં આવે છે એ સિવાય કોઈ વ્યક્તિ કે જાહેરાતો પર વિશ્વાસ કરવો નહીં.

ઠગો દ્વારા એક નવો કીમિયો શરૂ કરાયો

જન્માષ્ટમી પહેલા જ ભક્તોને છેતરવા માટે ઠગો દ્વારા એક નવો કીમિયો શરૂ કરાયો હતો. ઘર મંદિર નામની વેબસાઈટ પર ઘર બેઠા 201 રૂપિયા આપી અને માખણ ચડાવવાની ઓફર કરાઈ હતી અને માખણ ચડાવવાનો વીડિયો વાયરલ થયો હતો. અગાઉ પણ આવી વેબસાઇટ દ્વારા લોકોને 500 રૂપિયા લઈ દર્શન કરવાનો ઓડિયો અને એપ્લિકેશન વાયરલ થઈ હતી.સંદેશ ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.


  • Follow us on: