ગુજરાતમાં ખેડૂતોને કૃષિ માટે નિયમિતપણે 8 કલાક વીજળી ન મળતી હોવાનો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સરકારની વીજળી વિતરણ વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોને છેલ્લા 8 દિવસમાં પણ 8 કલાક વીજળી મળતી નથી.
પાલ આંબલિયાએ સરકારની નીતિઓની કરી ટીકા













