દ્વારકા જિલ્લામાં સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી આચરનારા એક શખ્સને સાયબર પોલીસે રાજકોટથી ઝડપી પાડ્યો હતો. આ આરોપી નકલી આઈડી બનાવીને બ્રાન્ડેડ વસ્તુઓ સસ્તા ભાવે વેચવાની જાહેરાત કરતો હતો. આવી જાહેરાત કરી તે લોકોને લલચાવીને તેમની પાસેથી ઓનલાઈન રૂપિયા ખંખેરી લેતો હતો. આરોપીએ દ્વારકાના એક ફરિયાદીને સસ્તા ભાવે આઇફોન વેચવાની લાલચ આપી હતી. મોબાઈલ ફોનની લાલચ આપીને ફરિયાદી પાસેથી ઓનલાઈન રૂ.26,500 પડાવી લીધા હતા.
રાજકોટના રિંગ રોડ પર રહેતા જયેશ વિઠલ ઝાલાની કરી ધરપકડ













