ગુજરાતમાં શિક્ષણ જગતમાં સોંપો પાડી દેનારી ઘટના સામે આવી છે. ગાંધીનગરની કોર્ટે એક શિક્ષિકાને જેલની સજા ફટકારી છે. વિદ્યાર્થિનીને લાફો મારવા બદલ શિક્ષિકાને કોર્ટે ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની સજા ફટકારી છે. વર્ષ 2020ના કેસમાં કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. શિક્ષિકાએ માર મારતાં વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો.


લાફો મારનાર શિક્ષિકાને કોર્ટે જેલની સજા ફટકારી

ગાંધીનગરની શાળામાં વિદ્યાર્થિનીને લાફો મારનાર શિક્ષિકાને કોર્ટે જેલની સજા ફટકારી છે. શિક્ષિકાને જેલની સજા સહિત 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2020માં નવમા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીને લેસન નહીં કરવા બદલ શિક્ષિકાએ લાફો માર્યો હતો. જેના કારણે વિદ્યાર્થિનીના કાનનો પડદો ફાટી ગયો હતો. વિદ્યાર્થિનીને સાંભળવાની શક્તિ પર ગંભીર અસર થઈ હતી. ગાંધીનગરની ત્રીજી એડિશ્નલ ચીફ જ્યુડિશિયલ કોર્ટે શિક્ષિકાને ત્રણ વર્ષ અને ત્રણ મહિનાની જેલની સજા સહિત 20 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. દંડની રકમ વિદ્યાર્થિનીને વળતર પેટે ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે.

 શારીરિક હિંસા ગંભીર બાબત

કોર્ટે નોંધ્યું કે શિક્ષિકા દ્વારા કરવામાં આવેલો આ હુમલો 'ક્રૂરતા'ની શ્રેણીમાં આવે છે અને તે ગંભીર ઈજા પહોંચાડવી અને જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 હેઠળ ગુનો બને છે.ન્યાયાધીશ હિમાંશુ ચૌધરીએ ચુકાદો આપતા જણાવ્યું હતું કે,શિક્ષક દ્વારા સત્તાનો દુરુપયોગ અને માસૂમ બાળક પર કરવામાં આવેલી શારીરિક હિંસા ગંભીર બાબત હોવાનું કોર્ટે અવલોકન કર્યું છે.


આ પણ વાંચોઃ 

  • Follow us on: