રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસે કરેલી એક મોટી કાર્યવાહીમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા 2.38 કરોડ રૂપિયાથી વધુ કિંમતના ગેરકાયદેસર વિદેશી દારૂનો નાશ કરાયો હતો. આ દારૂ ભારતમાં બનાવવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યો હતો.


પોલીસ ગુજરાતમાં લવાતો કરોડો રુપિયાનો દારુ પકડી લે છે

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે પણ સ્ટેટ મોનિટરીંગ સેલ સહિત તમામ જિલ્લા પોલીસ પરપ્રાંતમાંથી ગુજરાતમાં લવાતો કરોડો રુપિયાનો દારુ પકડી લે છે અને આમ છતાં બુટલેગરો દારુને ગુજરાતમાં ઘુસાડવામાં સફળ રહે છે. પોલીસ બુટલેગરો સામે ગુજસીટોક અંતર્ગત પણ કાર્યવાહી કરે છે છતાં બુટલેગરો પોતાનું કામ બિન્ધાસ્ત કરતા રહે છે અને પોલીસ તેમનો દારુ પકડતી રહે છે

82,000 જેટલી દારુની બોટલનો નાશ

ગાંધીનગરમાં કરાયેલી આ કાર્યવાહીમાં લગભગ 82,000 જેટલી દારુની બોટલનો નાશ કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 2,38,71,840 રૂપિયા છે. આ સમગ્ર પ્રક્રિયા પોલીસ દેખરેખ હેઠળ થઈ હતી અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી હતી, જેથી પારદર્શિતા જળવાઈ રહે.

ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે

આ કાર્યવાહીથી, પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધા પર મોટો ફટકો પડ્યો છે, જે ગુજરાતમાં દારૂબંધી કાયદાના અમલીકરણ માટે એક મહત્વપૂર્ણ પગલું છે. પોલીસનું કહેવું છે કે ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે જેથી ગેરકાયદેસર ધંધા પર કાબુ મેળવી શકાય 

  • Follow us on: