ગુજરાત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી કરીને 190 કરોડથી વધુની સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે અને સ્ટેટ સાયબર ક્રાઈમે આ મામલે ઉંડી તપાસ કરીને 6 આરોપીની ધરપકડ કરી છે.


 સ્ટેટ સાયબર ક્રાઇમે 190 કરોડથી વધુની કરાયેલી ઠગાઇનો પર્દાફાશ કર્યો

હાલ સાયબર માફિયાઓએ વિવિધ ટેકનિકનો ઉપયોગ કરીને લોકો સાથે ઠગાઇ કરી રહ્યા છે અને તેમના બેંક ખાતા ખાલી કરી રહ્યા છે. સ્ટેટ સાયબર ક્રાઇમે 190 કરોડથી વધુની કરાયેલી ઠગાઇનો પર્દાફાશ કર્યો છે.

 ઠગાઇના નાણાં ક્રિપ્ટો કરન્સી અને રોકડ દ્વારા દુબઇ મોકલાતા

સ્ટેટ સાયબર ક્રાઇમે આ મામલે 6 આરોપીની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું કે ઠગાઇના નાણા ક્રિપ્ટો કરન્સી અને રોકડ દ્વારા દુબઇ મોકલાતા હતા તથા બેંકમાં મ્યુલ ખાતું બનાવી નાણા ટ્રાન્સફર થતા હતા.

પાર્ટ ટાઇમ નોકરી સહિતની લાલચ આપતા

આ શખ્સો લોકોનો સંપર્ક કરીને તેમને પાર્ટ ટાઇમ નોકરી સહિતની લાલચ આપતા હતા તો રોકાણ કરવા માટે પણ લાલચ આપવામાં આવતી હતી અને ત્યાર બાદ બેંકમાંથી નાણા ઉપાડી લેવામાં આવતા હતા

APMCમાં પેઢીના નામે એકાઉન્ટ ખોલાવતા હતા

તપાસમાં મોરબી, સાવરકુંડલાના એકાઉન્ટ ધ્યાને આવ્યા હતા જેથી પોલીસે એકાઉન્ટ ધારકોની તપાસ કરી હતી અને તેમાં બહાર આવ્યું કે APMCમાં પેઢીના નામે એકાઉન્ટ ખોલાવતા હતા

આ મામલે 386 જેટલા એકાઉન્ટની ચકાસણી કરાઇ

પોલીસે કહ્યું કે આ મામલે 386 જેટલા એકાઉન્ટની ચકાસણી કરાઇ હતી. પોલીસે આ મામલે અત્યારે 6 એકાઉન્ટધારકની ધરપકડ કરી છે. પણ મુળ છેતરપિંડી કોણે કરી હતી તે બાબતની હાલ તપાસ ચાલી રહી છે.

છ એકાઉન્ટ ધારકોની ધરપકડ

છ એકાઉન્ટ ધારકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં જણાયું કે એપીએમસીમાં પેઢી ના નામે એકાઉન્ટ ખોલાવતા હતા અને અગાઉ એનજીઓ ના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવતા હતા . ભેજાબાજો એકાઉન્ટ ધારકો પર વિશ્વાસ નથી કરતા અને તેથી ફ્રોડ અમાઉન્ટ ખાતા માં ટ્રાન્સફર કરાવવા બાબતે અગાઉ થી નાણાં ઉઘરાવાય છે 

  • Follow us on: