સુરત રેલવે સ્ટેશન પરથી એક શખ્સ નકલી ચલણી નોટો સાથે ઝડપાયો હતો. 1.59 લાખ રૂપિયાની 500 રૂપિયાના દરની નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં ગુજરાત ATS દ્વારા આરોપી આ નોટો ક્યાંથી લાવ્યો તેની તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ATSને મુખ્ય સુત્રધાર સુધી પહોંચવામાં સફળતા મળી છે. નકલી ચલણી નોટ કેસમાં વોન્ટેડ આરોપીને ઝડપી લેવાયો છે.
સુરતના ડુપ્લીકેટ નોટ કેસમાં તાહિર શેખની ધરપકડ













