ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં કેસરીયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતાં.


કેસરીયા ગામ નજીક સર્જાયો અકસ્માત

ઉનામાં કેસરીયા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગાભાઈ સહિત ત્રણ લોકોના મોત થયા હતાં. જ્યારે એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા હતાં. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનો તથા રાજકીય આગેવાનો દોડી આવ્યા હતાં. ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે ઉનાની સિવિલ હોસ્પિટલ ખાતે લવાયા હતાં.


  • Follow us on: