ગુજરાતમાં દારૂ કયાંથી આવે છે તે હવે સૌ કોઈ જાણી ગયા છે, અને અધિકારીને સસ્પેન્ડ પણ કરવામાં આવે છે ત્યારે ગીર ગઢડાના પીઆઈ વાય.બી.ચૌહાણને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે, ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 41 લાખનો દારૂ ઝડપાયો હતો તે મામલે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ગીર સોમનાથમાં દારૂ મામલે DGPની કાર્યવાહી
ગીર ગઢડામાં પીઆઈ વાય.બી.ચૌહાણને ડીજીપીએ સસ્પેન્ડ કર્યા છે, તો બીજી તરફ LCBના ASI સુભાસ ચાવડાની કચ્છ-ભુજમાં બદલી કરી દેવામાં આવી છે, ઇન્ચાર્જ LCB પીઆઇને ચાર્જ છોડવા આદેશ કરવામાં આવ્યો છે, તો બેડીયા ગામે SMCએ રેડ કરી દારુનો જથ્થો ઝડપી પાડયો છે, 41 લાખનો દારૂનો જથ્થો ઝડપાતા ડીજીપીએ પીઆઈને સસ્પેન્ડ કરી દીધા છે અને કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દીધી છે.
બુટલેગર સાથે પોલીસની સાંઠગાંઠ હોવાનું ખુલ્યું
તો મહત્વની વાત તો એ સામે આવી છે કે, પીઆઈને બુટલેગર સાથે સાંઠગાંઠ હતી અને તેના કારણે દારૂનું વેચાણ બુટલેગર કરી રહ્યો હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે, જિલ્લાના રેન્જ પોલીસ અધિકારી તરફથી કાર્યવાહી ન થતા DGPએ કાર્યવાહી કરી છે, પોલીસ સાથે બુટલેગરના સંપર્કના પુરાવા મળ્યા હોવાથી અન્ય પોલીસ કર્મીઓમાં પણ ફફડાટ જોવા મળ્યો છે. સ્ટેટ મોનિટરીંગ સેલે તમામ પુરાવા એકઠા કર્યા છે અને ડીજીપી સુધી વાત પહોંચાડી છે જેના કારણે ડીજીપીએ પગલા ભર્યા છે.