ગીર સોમનાથમાં વરસાદથી રસ્તાઓ બિસ્માર બન્યા હોવાની વાત સામે આવી છે, તાલાલા સાસણ ધોરી માર્ગ પર ઠેર ઠેર ખાડા જોવા મળ્યા છે અને સ્ટેટ હાઇવે પર ખાડાથી વાહનચાલકો પરેશાન થયા છે, હજુ ગત વર્ષે જ આ રોડનું નવીનીકરણ કરાયું હતું અને પર્યટકો પણ ખાડામાર્ગથી હેરાન બન્યા છે, મુખ્ય માર્ગનું સમારકામ કરવા લોકોની માગ ઉઠી છે.
તાલાલા સાસણ રાજ્ય ધોરી માર્ગ બન્યો બિસ્માર
રાજયમાં વરસાદના સમયે રસ્તા બિસ્મારની સમસ્યા ઉભી થઈ છે, ચોમાસાના પ્રારંભે જ સ્ટેટ હાઇવે માર્ગ ખાડા માર્ગમાં ફેરવાયો છે, હજુ ગત વર્ષે જ આ રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું હતુ અને નબળી ગુણવત્તાના કામ હાલ ચોમાસાના પ્રારંભે જ સામે આવ્યા છે, સાસણ ગીરથી સોમનાથ દિવ લાખો પ્રવાસીઓ આવે છે ત્યારે ખરાબ રોડના કારણે સ્થાનિકો પણ કંટાળી ગયા છે, ઘણા વાહનો સ્લીપ થવાની પણ ફરિયાદ ઉઠે છે, સરકારના જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે મુખ્ય માર્ગને મરામત કરાવવા ઉઠી માંગ.
ભુપેન્દ્ર પટેલે પણ રોડ રિપેર કરવાને લઈ સૂચના આપી છે
રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેર રોડ-રસ્તાઓની હાલત ખરાબ છે. ત્યારે કેબિનેટની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાત્કાલિક તમામ તૂટેલા રોડ અને રસ્તાઓ પર પડેલા ખાડાઓને રિપેર કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વરસેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાઓ પર પાણી ભરાવવાની સમસ્યાઓ પણ સામે આવી છે અને જેને પગલે સ્થાનિકોને હાલાકી પડી રહી છે. તો રોડ રસ્તા રિપેર કરવા માટે પાલિકા અને કોર્પોરેશનને સરકારે સૂચના આપી છે.