ગીર સોમનાથના કોડિનારમાં સિંહની લટાર જોવા મળી હતી. મિતીયાજ ગામમાં અડધી રાત્રે એક સાથે 9 સિંહોની લટાર જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વનરાજા જંગલ છોડીને ગામમાં અડધીરાત્રે જોવા મળતા ખેડૂત પરિવારે ભય હેઠળ રાત ગુજારી હતી. માલીવાવ વિસ્તારમાં સિંહે પશુનું મારણ કર્યું હતું.
9 સિંહોની લટાર જોઈ લોકો ભયમાં













