વડોદરામાં જમીન મામલે નાયબ મામલદતારો સંકજામાં આવ્યા છે. જિલ્લા કલેકટર કલેકટર અનિલ ધામેલીયાએ સપાટો બોલાવતા સિંઘરોટની જમીનમાં ગેરરીતિ મામલે ત્રણ નાયબ મામલતદારોને સસ્પેન્ડ કર્યા છે. ત્રણેય નાયબ મામલતદારોને સસ્પેન્ડ કરવા સાથે બદલીના આદેશ અપાયા છે. સિંઘરોટ જમીન વિવાદમાં ત્રણેય મામલતદારોની સંડોવણી સામે આવ્યા બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલીયાએ તપાસ કરાવી બિલ્ડરની ઓફિસમાં નાયબ મામલતદારોની હાજરી જોવા મળતા આ પગલાં લેવામાં આવ્યા. ગત મોડી સાંજે કલેકટર દ્વારા લેવામાં આવેલ આ પગલાંથી કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો.


સિંધરોટની જમીન મામલે કાર્યવાહી

જિલ્લા કલેકટરની તપાસમાં મોટા ગજાના બિલ્ડરની અલકાપુરીની ઓફિસમાં ત્રણ નાયબ મામલતદારોની હાજરી જોવા મળી હતી. ત્રણેય મામલતદારોએ સિંધરોટની જમીનની બિલ્ડરની ફાઈલ મંજુર કરાવવા બિલ્ડરના માણસ પાસેથી પૈસા માગ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. જેના બાદ કલેકટર દ્વારા હર્ષિલ પટેલ, મહાવીર સિનોલ અને મહાવીર સિંહ ગોહિલને સસ્પેન્ડ કરવાનો કલેકટરે રાત્રે આદેશ કર્યો.

3 નાયબમામલતદારને સસ્પેન્ડ કરી કરાઈ બદલી

આ ત્રણેય અધિકારીઓએ રાજ્ય સરકારની જમીન મામલે બિલ્ડર સાથે નાણાંકીય વ્યવહાર કર્યો હોવાનું સામે આવ્યું. નાયબ મામલતદારે પોતાની સત્તાનો દુરુપયોગ કરતા બિલ્ડરના દસ્તાવેજની મંજુરી માટે રૂપિયા લીધા હોવાનું કહેવાય છે. જમીન સુધારણા કચેરીના નાયબ મામલતદાર મહાવીરસિંહ સીનોલને સસ્પેન્ડ કરી ડેસરમા બદલીનો હુકમ કરવામાં આવ્યો હતો. જયારે હર્ષિલ પટેલને સસ્પેન્ડ કરી શિનોરમાં બદલી કરાઇ અને આરટીએસ વિભાગના નાયબ મામલતદાર મહાવીરસિંહ ગોહિલને સસ્પેન્ડ કરીને ડભોઇમાં બદલી કરવમાં આવી છે.

રાજ્ય સરકારનું કડક વલણ

અન્ય ઘટનામાં પાદરા ખાતે એક નશેલી હાલતમાં નાયબ મામલતદારને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. સરકારી કર્મચારીઓની બેદરકારી સામે રાજ્યસરકાર અને જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. વરસાદી સિઝનમાં અનેક જગ્યાઓ પર અરાજકતાની સ્થિતિ તેમજ માર્ગો અને સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યામાં કર્મચારીઓ દ્વારા રખાતી બેદરકારી તેમજ બિલ્ડર લોબી સાથે સાંઠગાંઠ રચી લાભ કરાવવા લઈને સરકારે કડક વલણ અપનાવતા તેમને સસ્પેન્ડ કરાયાની કાર્યવાહી હાથ ધરી છે.

  • Follow us on: