ગીર સોમનાથમાં માછીમારો પર સ્થાનિકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જિલ્લામાં કોડિનારના મુળ દ્વારકા બંદર પર હુમલાની ઘટના બની છે. માછીમારો પર હુમલો કરતા ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


કોડીનારના મૂળ દ્વારકા બંદર પર હુમલાની ઘટના

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મુળ દ્વારકા બંદર પર નાની બોટ લંગર કરતા માથાકૂટમાં હુમલો કરવામાં આવ્યો છે. 150થી વધુના ટોળાએ માછીમારો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં પાંચ જેટલા માછીમારો ઈજાગ્રસ્ત થયા હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. માછીમારો પર હુમલો કરાતા ભારે રોષ જોવા મળ્યો હતો. હુમલો કરનારા લોકો પર કડક કાર્યવાહી કરવા માગ કરવામાં આવી છે.

માછીમારો પર હુમલા ના પગલે ઉગ્ર રોષ

સમગ્ર ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્ત માછીમારોને સારવાર માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસના આવ્યા બાદ ઈજાગ્રસ્ત માછીમારોને બહાર લાવવામાં આવ્યા હતાં. માછીમારો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માછીમારોના હુમલા અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હુમલાખોરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરાઈ છે.


  • Follow us on: