લોકડાયરાના જાણીતા કલાકાર દેવાયત ખવડને આખરે મોટી રાહત મળી છે. વેરાવળ ડિસ્ટ્રીકટ સેશન્સ કોર્ટે તેમને કડક શરતોને આધીન જામીન મંજૂર કર્યા છે. જેનાથી તે લાંબા સમય બાદ જેલમુક્ત થશે. દેવાયત ખવડ પર ગીર-સોમનાથ જિલ્લાના તાલાલામાં એક યુવક પર હુમલો કરવાનો આરોપ હતો. આ ઘટના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદથી તે જેલમાં બંધ હતો. આ કેસની સુનાવણી દરમિયાન દેવાયત ખવડના વકીલે કોર્ટ સમક્ષ જામીન માટે દલીલો કરી હતી.
વેરાવળ ડિસ્ટ્રીક સેશન્સ કોર્ટે મંજૂર કર્યા જામીન
કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને જામીન મંજૂર કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ જામીન અરજીને કેટલીક કડક શરતો સાથે મંજૂર કરવામાં આવી છે. કોર્ટે જામીન આપતી વખતે મુખ્ય શરત એ મૂકી છે કે દેવાયત ખવડ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત તેને દર 15 દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. આ શરતો પાછળનો હેતુ એ છે કે તે સાક્ષીઓને પ્રભાવિત ન કરે અથવા ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થાય.













