ગીર સોમનાથમાં પોલીસકર્મીને જ કોર્ટે સજા ફટકારી છે. દારુ સાથે પોલીસકર્મી ઝડપાયો હતો. જે વિદેશી દારુની હેરાફેરી કરી રહ્યો હતો. પોલીસ સામે ફરિયાદ નોંધાયા બાદ કોર્ટે આરોપીને સજાની સાથે દંડ ફટકાર્યો છે. વિદેશી દારૂની હેરાફેરી બદલ પોલીસ કર્મચારીને 3 મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. અને સાથે જ 10 હજારનો દંડ પણ આપ્યો છે. 26 માર્ચ 2023ના કોડીનાર વેરાવળ નેશનલ હાઇવે પર આ પોલીસકર્મી ઝડપાયો હતો.
પોલીસ સામે જ કેસ!













