ગીર સોમનાથના તાલાલામાં એક શિક્ષકનો અભદ્ર વીડિયો બનાવીને ખંડણી માંગવાનો બનાવ સામે આવ્યો છે. ઠંડાપીણામાં નસીલી વસ્તુ મિક્સ કરીને શિક્ષકને બેહોશ કરી તેમનો નગ્ન વીડિયો બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને સાત લાખ રૂપિયા માંગ્યા હતાં. શિક્ષકના મિત્રએ જ વિશ્વાસનો દુરૂપયોગ કરીને આ આખું કાવતરૂ રચ્યું હતું. શિક્ષકે તલાલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે.


છરી બતાવી જાનથી મારી નાખવાની આપી ધમકી

ગીર સોમનાથના તાલાલામાં એક શિક્ષકને તેમના ખાસ મિત્રએ જ કેફી પીણું પીવડાવીને નગ્ન વીડિયો બનાવ્યો હતો. ઠંડા પીણામાં નશીલી વસ્તુ મીક્સ કરીને તેમને પીવડાવી નગ્ન કરીને વીડિયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી. આરોપીએ સાત લાખ રૂપિયા માંગ્યા હતાં. ખાસ મિત્રએ જ કાવતરૂ રચીને વિશ્વાસઘાત કર્યો હતો. શિક્ષકને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. આરોપીએ પ્રથમ હપ્તામાં શિક્ષક પાસેથી 50 હજાર રૂપિયા પડાવ્યા હતાં. શિક્ષકે સમગ્ર બાબતે તાલાલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચોઃ Gandhinagar News: બહિયલમાં નવરાત્રિ દરમિયાન લોકોને ઉશ્કેરનાર આરોપી ઝડપાયો, પોલીસે જાહેરમાં વરઘોડો કાઢ્યો


  • Follow us on: