નવરાત્રિ દરમિયાન ગાંધીનગરના દહેગામના બહિયલમાં કોમી અથડામણનો મામલો સામે આવ્યો હતો. વિધર્મી લોકોએ માતાજીની માંડવીમાં પથ્થરમારો કરતાં માહોલ તંગ થયો હતો. ત્યાર બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને આરોપીઓને પકડવા સક્રિય થઈ હતી. પોલીસે આ કેસમાં કેટલાક આરોપીઓને પકડી પાડ્યા હતાં અને કેટલાકના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. હવે આ કેસમાં પોલીસે છેલ્લા બે મહિનાથી ફરાર થયેલા આરોપીની ધરપકડ કરી છે.


નવરાત્રી સમયે બહીયલ ગામમાં થયો હતો પથ્થરમારો

બહિયલમાં નવરાત્રિ દરમિયાન પથ્થરમારો કરનારા આરોપી શાહરૂખ ઉર્ફે ગુલામનબી મલેકની ધરપકડ કરી છે. પોલીસે છેલ્લા બે મહિનાથી ફરાર રહેલા આ આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીની ભૂમિકા ટોળાને ઉશ્કેરવાની હતી. પોલીસે આરોપીને પકડીને ઘટના સ્થળે લઈ ગઈ હતી. જ્યાં તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ Ahmedabad News: ધોળકામાં વટામણ ચોકડી પાસે જીવના જોખમે કામ કરતા શ્રમિકો, ઓવરબ્રિજની કામગીરીમાં મોટી બેદરકારી


  • Follow us on: