ગોંડલ કોર્ટે રાજદીપસિંહના બે દિવસના રિમાંડ મંજૂર કર્યા છે અને રાજદીપસિંહની પૂછપરછમાં મોટા ખુલાસા થઇ શકે છે, 5 મેના રોજ અમિત ખૂંટે આત્મહત્યા કરી હતી અને અમિત ખૂંટ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી અને અમિત ખૂંટે સુસાઇડ નોટમાં લગાવ્યા હતા આક્ષેપ, અનિરુદ્ધસિંહ-રાજદીપસિંહે ફસાવ્યાનો કર્યો હતો આક્ષેપ.


આ કેસમાં હજુ ફરાર રહીમની શોધખોળ કરી હતી

ગોંડલના રિબડાના ચકચારી અમીત ખૂંટ આપધાત પ્રકરણમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાએ સરેન્ડર કરતા તાલુકા પોલીસે તેની ધરપકડ કરી સાત માસ ફરાર વેળાએ કોણે-કોણે આશરો આપ્યો,કેસમાં કોની શું ભુમીકા હતી ? સહીતની વધુ પુછતાછ માટે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરાતા કોર્ટે બે દિવસના રીમાન્ડ મંજુર કરતા પોલીસે પૂછતાછ કરી આ કેસમાં હજુ ફરાર રહીમની શોધખોળ કરી હતી.

અમિત ખૂંટના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ રિબડાગામના અમીત દામજીભાઈ ખુંટ સામે રાજકોટમાં એડીવીઝન પોલીસે દુષ્કર્મની ફરીયાદ થતા તા.૫-૨-૨૫ના રોજ પોતાની વાડીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવમાં પોલીસને એક સ્યુસાઈટ નોટ મળી આવી હતી. જેમા તેને હનીટ્રેપમાં અને દુષ્કર્મના ખોટા ગુનામાં ફસાવી ગયો હોય મને મરવા મજબુર કરવા માટે સહીતના નામો સામે આવતા પોલીસે અમિતના ભાઈની ફરીયાદ પરથી મરવા મજબુર સહીતનો ગુનો નોધી કાર્યવાહી કરી હતી.

બાદમાં અનિરૂધ્ધસિંહ જાડેજા સહીતના આરોપીની ધરપકડ કરી હતી

જયારે આ કેસમાં રાજદીપસિંહ અને રહીમ ફરાર હોય તેને પકડી લેવા કાર્યવાહી કરી હતી. દરમ્યાન 10 નવેમ્બરના રોજ સોમવારે સાંજે આરોપી રાજદીપસિંહ જાડેજા ગોડલ તાલુકા પોલીસ મથકમાં સરેન્ડર કરતા પીઆઈ જાડેજા સહીતની ટીમે તેની ધરપકડ કરી સાત માસ ફરારના સમયે કોણે આશરો આપ્યો હતો. તેમજ આ કેસમાં કોની શું ભુમિકા હતી ? તે સહીતની પુછતાછ માટે 8 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટ હવાલે કરવાની કાર્યવાહી કરી હતી. જેમાં કોર્ટે રાજદિપસિંહના 13 નવેમ્બર સુધી રીમાન્ડ મંજુર કરતા પોલીસે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે.


  • Follow us on: