સાબરકાંઠાના ઈડરમાં નશાની હાલતમાં પોલીસે સર્જ્યો અકસ્માત અને ઈડરના મોહનપુરા પાટિયા પાસે આ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, રીક્ષા અને એકટીવાને ટક્કર મારી છે જેમાં 7થી વધુ લોકોને ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, વડાલી પોલીસ મથકના ચેતન અંસારીએ સર્જ્યો અકસ્માત.
પોલીસકર્મીની કારમાંથી દારુની બોટલો અને ગ્લાસ મળ્યા
સાબરકાંઠાના ઈડરમાં પોલીસકર્મીએ અકસ્માત સર્જયો હોવાની વાત સામે આવી છે, અકસ્માત સર્જતા 7થી વધુ લોકોને ઈજા પહોંચી છે અને વાહનોને અડફેટે પણ લીધી છે, તો પોલીસ પહોંચતાની સાથે કારમાં રહેલી પોલીસ વર્ધી પણ પોલીસે સગેવગે કરી નાખી છે, ખાખીએ ખાખીની લાજ રાખવા માટે મુદ્દામાલ કર્યો સગેવગે અને ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે, સમગ્ર ઘટનામાં પોલીસે હજી ગુનો નોંધ્યો નથી અને વાત છૂપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.













