સાબરકાંઠાના પ્રાંતિજમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે અને મજરા ગામમાં 5થી વધુ કારમાં આગચંપી અને તોડફોડ કરાઈ છે, પથ્થરમારો થતા 20 લોકોને ઈજા પહોંચી છે અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, સ્થાનિક પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધી છે અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
પ્રાંતિજના મજરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ
મજરા ગામમાં વાહનોમાં આગચંપી અને તોડફોડ કરાઈ છે અને દિવાળીને લઈને ધાર્મિક કાર્યક્રમ બાબતે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, પથ્થરમારા સાથે હુમલો કરાતા 20 લોકોને ઈજા પહોંચી છે, 26 કાર, 51 બાઈક, 2 ટેમ્પોમાં નુકસાન પહોંચાડ્યું છે, 4 મીની ટેમ્પો, 3 ટ્રેક્ટર-, 10 મકાનને પણ નુક્સાન પહોંચાડયું છે, ઘટનાની જાણ થતાની સાથે SP, DYSP સહિતના અધિકારીઓ દોડી આવ્યા હતા, અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.













