સાબરકાંઠાના વિજયનગરમાં સગીરા પર દુષ્કર્મ બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે. ધોરીવાવ ગામે સગીરાની હત્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પોલીસ ફરિયાદ નહીં લેતી હોવાનો આક્ષેપ કરાયો છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો છે. પરિવારજનોનું કહેવું છે કે ત્રણ દિવસથી મૃતદેહ રાખી મુક્યો છે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી તેને નહીં ઉઠાવીએ.
પરિજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
સાબરકાંઠાના વિજયનગરમાં ધોરીવાવ ગામે એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેની હત્યા કરી દેવાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનામાં પરિવારજનોએ છેલ્લા ત્રણ દિવસથી મૃતદેહ મુકી રાખ્યો છે. તેમનું કહેવું છે કે પોલીસ ફરિયાદ લેતી નથી અને ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. પોલીસે ફરિયાદ નહીં લેતા મામલો ઉગ્ર બન્યો છે. પરિવારજનોએ ન્યાય માટે મૃતદેહને મુકી રાખ્યો છે. સગીરા પર દુષ્કર્મ બાદ તેની હત્યાના આક્ષેપને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે હડકંપ જોવા મળ્યો છે.













