સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીની સાથે અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ અપાતા તેને એસિડ ગટગટાવતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત થતા જાદર પોલીસ મથકે યુવતી સાથે અભ્યાસ કરનારા બે વિધાર્થીઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથધરી છે.
વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરાતા હોવાની વિગતો ખુલી છે
સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થીની હિંમતનગરમાં રિદ્ધિ કોલેજમાં નર્સિંગનો અભ્યાસ કરતી હતી જેના પગલે પ્રતિ દિવસ ઓડાથી હિમતનગર જતા આવતા અન્ય બે સાથી વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરાતા હોવાની વિગતો ખુલી છે જેમાં પરિવારે નિવેદન આપતા જણાવી છે કે, છેલ્લા કેટલાય સમયથી અમારી દીકરીએ બે યુવકો સામે કોલેજ કક્ષા સુધી રજૂઆત કરેલી છે તેમજ છેલ્લા કેટલાય સમયથી થઈ રહેલી હેરાનગતિ મામલે કોલેજ સુધી નામજોગ રજૂઆત કરેલી છે જોકે કોલેજ દ્વારા તેમજ તેના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરાતા આખરે કંટાળીને અમારી દીકરીએ મોતને વહાલું કર્યું છે જોકે દીકરી એ એસિડ થકી પોતાના જીવનનો અંત આણ્વીય હોવા છતાં હજી સુધી આરોપી સામે કોઈ ચોક્કસ પગલાં ભરાયા નથી.
વિદ્યાર્થીઓ દ્વારા શારીરિક માનસિક ટોર્ચર કરાતા હોવાની વિગતો ખુલી છે
સામાન્ય રીતે કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને તેના સાથી વિદ્યાર્થીઓ દ્વારા ટ્રાવેલિંગ દરમિયાન શારીરિક માનસિક ત્રાસ સહિત ધમકી આપનાર યુવકો બાબતે કોલેજના પ્રોફેસર સહિત સંચાલકને પણ ટેલીફોનિક તેમજ રૂબરૂ રજૂઆતો કરાઈ હતી જોકે યુવતીને અવારનવાર વિદ્યાર્થીઓ દ્વારા છેડતી તેમજ શારીરિક માનસિક ત્રાસ સહિત ધમકી અપાતા યુવતીએ પોતાના ઘરે વોશરૂમમાં એસિડ ઘટ-ઘટાવી મોતને વ્હાલું કર્યું છે. ત્યારે યુવતી સાથે શારીરિક માનસિક ત્રાસ સહિત ધમકી અને છેડતી કરનાર સાથી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી તેમજ ઝડપી સજા થાય તેવી પરિવાર માંગ કરી રહી છે. હાલના સમયે પરિવારની 21 વર્ષીય લાડલી હેતલ સુતરીયા નામની દીકરીએ એસિડ ઘટ-ઘટાવી મોતને વ્હાલું કરી લેતા પરિવારમાં પણ હાલ આક્રંદ જોવા મળી રહ્યો છે.
પરિવારજનોએ જાદર પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે
જોકે નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરનારી વિદ્યાર્થીનું મોત થતા આખરે તેના પરિવારજનોએ જાદર પોલીસ મથકે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે જેના પગલે પોલીસે હવે બંને વિદ્યાર્થીઓ સામે કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે હાલમાં બંને વિદ્યાર્થીઓ સામે નામજોગ ફરિયાદ થયા બાદ તેમની શોધખોળ હાથધરી છે સાથોસાથ મૃતકની વધુ વિગતો પણ મેળવવા તજવીજ શરૂ કરાઈ છે જોકે દુષ્પ્રેરણાના આ ગુનામાં આવનારા સમયમાં કેવી અને કેટલી વિગતો ખુલે છે તે પણ મહત્વનું બની રહે છે હાલના તબક્કે જાદર પોલીસ આ મામલે ઊંડાણ સુધી પહોંચવા ની તજવીજ હાથધરી છે. એક તરફ પરિવાર જનો એ પોતાની દીકરીના મોત માટે સહભાગી એવા બે વિદ્યાર્થીઓના નામ જોગ ફરિયાદ નોંધાવી છે તો પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે ત્યારે જોવું એ રહે છે કે આ મામલે આગામી સમયમાં કેવા અને કેટલા ખુલાસા થાય છે.













