જામનગરના શહેરના પટેલ કોલોની વિસ્તારની શેરી નં.9ના છેવાડે એક એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરના ફલેટમાંથી ગઈકાલે પોલીસે મહિલા સંચાલિત કુટણખાનું પકડી પાડ્યું છે.આ મહિલા બહારથી અન્ય મહિલાઓને બોલાવી પૈસાની લાલચ બતાવી દેહ વ્યાપાર કરાવતી હતી. આ મહિલા તથા બે પુરૂષ ગ્રાહક સ્થળ પરથી ઝડપાયા છે. રૂ.35020 રોકડા કબજે કરવામાં આવ્યા છે.


પટેલ કોલોનીમાંથી કુટણખાનું પકડી પાડ્યું

જામનગર શહેરની પટેલ કોલોની વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં દેહવ્યાપાર કરાતો હોવાની બાતમી પરથી ગઈકાલે સાંજે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝા અને તેઓની ટીમે સિટી ડીવાયએસપી જે.એન. ઝાલાના વડપણ હેઠળ પટેલ કોલોની વિસ્તારની શેરી નં.9ના છેવાડે યાદવ પાન નજીક બીજી શેરીમાં આવેલા ચિરાગ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં દરોડો પાડ્યો હતો. તે એપાર્ટમેન્ટના ભોંયતળીયે આવેલા ફલેટ નં.1માં ભાડેથી રહેતા એક મહિલા સંચાલિત કુટણખાનું ઝડપાઈ ગયું હતું. આ મહિલા બહારથી અન્ય મહિલાઓને બોલાવી પૈસાની લાલચ બતાવી પોતાના ફલેટમાં પુરૂષ ગ્રાહકોને બોલાવી શરીર સુખ માટે વ્યવસ્થા કરી આપતી હોવાનું ખૂલ્યું છે.

એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં દરોડો પાડ્યો

આ દરોડા દરમિયાન સ્થળ પરથી આ મહિલા તેમજ ઈન્દ્રદીપ સોસાયટીમાં રહેતા નિતેશભાઈ શાંતિલાલ વસા (ઉ.વ.54) તથા ધરારનગર-2માં રહેતો ફિરોઝ અબ્દુલભાઈ ચૌહાણ (ઉ.વ.35) નામના બે શખ્સ મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રૂ.35020 રોકડા કબજે કર્યા છે. એએસઆઈ પી.કે. ગુઢકાએ ખુદ ફરિયાદી બની ત્રણેય સામે ઈમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Follow us on: