જામનગરમાં GSTના મસમોટા કૌભાંડમાં ફરિયાદ થતા ચકચાર મચી ગઇ છે. જામનગરમાં કથિત મુખ્ય સૂત્રધાર CA અલ્કેશ પેઢડીયા સામે ફરિયાદથી સીએ વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
અલ્કેશ પેઢડીયા સામે 2.93 કરોડની છેતરપિંડીની ફરિયાદ
મળેલી માહિતી મુજબ સીએ અલ્કેશ પેઢડીયા સામે 2.93 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ છે. સીએ દ્વારા વેપારીની પેઢીમાં ખોટા બિલો દર્શાવી છેતરપિંડી કરાઇ હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે.













