જામનગરના ધ્રોલમાં નવરાત્રિમાં પડેલા ભારે વરસાદના કારણે મગફળી-કપાસના પાકને નુકસાન થયું છે. જેથી ખેડૂતોએ સરકાર સર્વે કરાવીને વળતર ચુકવે તેવી માગ કરી છે.


તૈયાર મગફળી-કપાસના પાકને નુકસાન

નવરાત્રિમાં પડેલા ભારે વરસાદને લીધે તૈયાર મગફળી-કપાસના પાકને નુકસાન થયું છે જેથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે.

ખેડૂતોએ ખેતરમાં મગફળી-કપાસ સળગાવી વિરોધ કર્યો

ખેડૂતોએ ખેતરમાં મગફળી-કપાસ સળગાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ વ્યથા વર્ણવી હતી કે પાક બગડી જતા બજારમાં વેચવો મુશ્કેલ છે અને નુકસાની અંગે હજુ સુધી સરવે પણ કરાયો નથી. ખેડૂતોએ સરકાર સરવે કરાવીને વળતર ચૂકવે તેવી માગ કરી છે.

વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી

ધ્રોલ તાલુકામાં નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. ધ્રોલના ખીજડીયા, જારીયા માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતો પર આર્થિક આફત તૂટી પડી છે. આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકશાન થતા ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે.

આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો જ હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી

ખેડૂતોએ ખેતરમાં જ મગફળી સળગાવી વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જેવું કંઈ બચ્યું જ નથી. વધુમાં, આ વિસ્તાર કૃષિ મંત્રી રાઘવજી પટેલનો જ હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી, જેથી ખેડૂતો રોષે ભરાયાં છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક નુકસાનની તપાસ કરી પૂરતું વળતર આપવા માંગ કરી રહ્યા છે. જો સરકાર તેમની માંગણીઓને અવગણશે, તો તેઓ આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

  • Follow us on: