જામનગરમાં જીએસટી વિભાગની સતત ચોથા દિવસે પણ કાર્યવાહી યથાવત રહી હતી. જીએસટીની રાજ્યની વિવિધ ટીમો દ્વારા શહેરની વિવિધ 20 પેઢીઓમાં કાર્યવાહી ચાલુ છે.રજા ના દિવસે પણ આ કાર્યવાહી મોડી રાત્રે સુધી ચાલી હતી.અત્યાર સુધીમાં લગભગ 15 જેટલા લોકોના નિવેદન લેવામાં આવ્યા છે.આ કેસના મુખ્ય માસ્ટર માઈન્ડ ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા જીએસટીની ટીમ સમક્ષ હજુ સુધી હાજર થયા નથી.


અત્યાર સુધી 15 જેટલા લોકોના નિવેદન લેવાયા

સૂત્રો અનુસાર, અલ્કેશ પેઢડીયા દ્વારા અનેક બેનામી હિસાબો ચાલી રહ્યા હતા અને લોકોના વિશ્વાસનો દુરુપયોગ કરી તેમના નામે કરોડોના બેનામી હિસાબો બનાવાયા હતા. જીએસટી વિભાગ દ્વારા આ બાબતે ચકાસણીની દિશામાં ચોથા દિવસે પણ તીવ્ર ગતિએ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.જો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા આગામી સમયમાં જીએસટીની ટીમ સમક્ષ હાજર નહીં થાય તો તેમની સામે કાયદાકીય પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે.

અલ્કેશ પેઢડિયા હાજર નહીં થાય તો કાર્યવાહી કરાશે

હજુ પણ અનુમાન છે કે આ કાર્યવાહી વધુ બે દિવસ સુધી ચાલુ રહી શકે છે. જામનગરમાં ચાલી રહેલી આ જીએસટી કાર્યવાહી છેલ્લા ઘણા વર્ષોમાંની સૌથી મોટી કાર્યવાહી તરીકે ગણાવવામાં આવી રહી છે, જેમાં સાત ટીમો ચાર દિવસથી સતત ધામા ધમ ધમકારા વચ્ચે કામગીરી અંજામી રહી છે. તાજેતરમાં જ જામનગરમાં અમદાવાદ GSTની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એક સાથે 25 પેઢીઓમાં GSTના દરોડા પડ્યા હતાં.


  • Follow us on: