જામનગર જિલ્લામાં પોલીસે દારૂબંધીના કડક અમલ વછે રૂપિયા 1 કરોડથી વધુનો વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પડી બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ધ્રોલ નજીકથી LCB ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરીને રૂપિયા 1.28 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ પ્રકરણમાં ચેતન પરમાર અને સંજય આસુન્દ્રા નામના બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંનેની પૂછપરછમાં અન્ય 12 શખ્સોના નામ ખુલતા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


ધ્રોલમાંથી વિદેશી દારુનો મસમોટો જથ્થો ઝડપાયો

મળતી જાણકારી અનુસાર, જામનગર LCB ટીમને બાતમી મળી હતી કે, ધ્રોલ પંથકમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે પોલીસે ધ્રોલ-જામનગર હાઈવે પર વોચ ગોઠવી હતી. દરમિયાન, શંકાસ્પદ વાહનોને રોકવી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા 1.28 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ચેતન પરમાર, સંજય આસુન્દ્રાને પોલીસે ઝડપ્યા

આ કાર્યવાહીમાં પોલીસે ચેતન પરમાર અને સંજય આસુન્દ્રા નામના બે શખ્સોને ઘટનાસ્થળેથી ઝડપી પડ્યા હતા. બંને આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેમણે આ દારૂના કૌભાંડમાં સંડોવાયેલા અન્ય 12 શખ્સોના નામ પોલીસ સમક્ષ કબૂલ્યા હતા. આ તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


  • Follow us on: