મોટી લાખાણી ગામના એક વેપારી અને જામનગરના એક વેપારી દ્વારા જીએસટી ચોરી અંગે પોતાની ની પેઢી સાથે છેતરપિંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી, જેમાં વધુ એક ફરિયાદનો ઉમેરો થયો છે અને મૂળ જામજોધપુરના સડોદર ગામના વતની અને હાલ જામનગરમાં રહેતા એક આસામી દ્વારા પાંચ કરોડથી વધુની જીએસટી વેરાની છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.
થોક બંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું
જામનગરમાં હિરજી મીસ્ત્રી રોડ પર બ્રહ્મ એન્ડ એસોસિયેટ નામની ઓફિસ ધરાવતા અલ્કેશભાઇ પેઢડિયા નામના ચાર્ટર એકાઉન્ટન્ટ કે જેણે કરોડોની જીએસટીની ચોરીનું કૌભાંડ આચર્યું હોવાની માહિતીના આધારે જીએસટી વિભાગ દ્વારા તેની ઓફિસ તથા રહેણાક મકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા, અને થોક બંધ સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરોડોની જીએસટી ચોરીનો કૌભાંડ પકડી પાડ્યું હતું, જે પૈકીના પ્રદિપસિંહ લાલુભા જાડેજા સહિતના બે વેપારીઓ દ્વારા અગાઉ પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. દરમિયાન આજે આ પ્રકરણમાં ત્રીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.













