જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલા પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રિના સમયે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં રિક્ષાએ પલટી મારી હતી. જેના કારણે બંને વાહનોના ચાલકોને ઇજા પહોંચી હતી. આ અકસ્માતનો સમગ્ર બનાવ નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે.


કાલાવડ નાકા બહાર પેટ્રોલપંપ પાસે સર્જાયો અકસ્માત

CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે એક પૂરપાટ ઝડપે આવી રહેલો બાઇક ચાલક રિક્ષા સાથે ધડાકાભેર અથડાયો હતો. બાઇકની જોરદાર ટક્કર વાગવાથી રિક્ષા રોડ પર જ પલટી મારી ગઈ હતી. જેના કારણે રિક્ષાને મોટું નુકસાન થયું હતું. આ ગંભીર અકસ્માતમાં રિક્ષા ચાલક અને બાઇક ચાલક બંનેને ઇજાઓ પહોંચી હતી.

સમગ્ર અકસ્માતના સીસીટીવી આવ્યા સામે

અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક બંને ઇજાગ્રસ્તોને વાહનોમાંથી બહાર કાઢીને જરૂરી મદદ પૂરી પાડી હતી. આ અકસ્માતને કારણે રસ્તા પર થોડો સમય માટે અવ્યવસ્થા સર્જાઈ હતી.


  • Follow us on: