જામનગર એલસીબીએ જ્વેલર્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો છે. ધ્રોલમાં તુળજા ભવાની જ્વેલર્સમાં ઉત્તરાયણના દિવસે ચોરીનો બનાવ બન્યો હતો. દુકાનમાંથી સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી. જેની દુકાનના માલિકે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે પોલીસે ચોરોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
પોલીસે ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો
જામનગર એલસીબીએ ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. પોલીસે આરોપીઓને જોડિયા ધ્રોલ તરફ આવી રહ્યા હતાં તે દરમિયાન ધ્રોલના ચામુંડા પ્લોટ પાસેથી તેમને પકડી પાડ્યા હતાં. પોલીસે હિંમત મહિડા, શૈલેષ મહિડા, ટીનુ મહિડાને પકડી પાડયા હતાં. આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના કબજે કર્યા હતાં. આરોપીઓ પાસેથી પોલીસે 175 ગ્રામ સોનાના દાગીના, 11 કિલો ચાંદી સહિત કૂલ 27.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.













