જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં તસ્કરોએ જ્વેલર્સની દુકાનને નિશાન બનાવી છે. તસ્કરોએ દુકાનની પાછળ દિવાલ તોડી દુકાન અંદર પ્રવેશ પરી ચોરીને અંજામ આપ્યો હતો,. તસ્કરે અંદાજે ચાંદીના 3 કિલો દાગીના અને 15 તોલા સોનાના દાગીનાની ચોરી કરી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
મોબાઇલ મારફતે ચેક કરતાં શંકાસ્પદ હલચલ નજરે પડી
ગઈ કાલે સંક્રાંતની રાત્રિના આશરે પોણા અગિયાર વાગ્યાની આસપાસ, દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા બંધ દેખાતા માલિકના પુત્ર ચિરાગભાઈએ મોબાઇલ મારફતે ચેક કરતાં શંકાસ્પદ હલચલ નજરે પડી હતી. રેકોર્ડિંગમાં અજાણ્યા ઇસમો દુકાનની પાછળથી દિવાલમાં બખોલ પાડી અંદર પ્રવેશ કરતા અને એક ઇસમ કેમેરા પર કપડું ઢાંકી દેતો દેખાયો હતો.
3 કિલો દાગીના તથા સોનાના આશરે 15 તોલા દાગીના ગાયબ
બાદમાં માલિક અને તેમના પુત્ર દુકાને પહોંચી તપાસ કરતા દુકાનની પાછળની દિવાલમાં બખોલ અને કેમેરા ઢાંકેલ હાલતમાં તેમજ દુકાનમાં સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. દુકાનની તીજોરી અને શોકેસમાંથી ચાંદીના અંદાજે 3 કિલો દાગીના તથા સોનાના આશરે 15 તોલા દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.
17.58 લાખના દાગીનાની ચોરી
ચોરાયેલા સોના-ચાંદીના દાગીનાની કુલ કિંમત અંદાજે રૂ. ૧૭,૫૮,૦૦૦/- આંકવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જામનગર ગ્રામ્ય dYSP, SOG, LCB ધ્રોલ PI સહિતના પોલીસે ડોગ સ્કોડ અને સીસીટીવી ફૂટેજના આધારે ચોરોને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો--- BMC Election 2026 : મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મતદાન શરુ, અક્ષય કુમારે કહ્યું, ડાયલોગબાજી બંધ કરીને મતદાન કરવા બહાર નિકળો