તાજેતરમાં જ ગુજરાતની હાઈકોર્ટ અને લોઅર કોર્ટ સહિત સ્કૂલોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલ મળ્યા હતાં. હવે જામનગર એરપોર્ટને આ પ્રકારનો મેઈલ મળતા જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પોલીસ, ફાયર બ્રિગેડ અને સુરક્ષા એજન્સીઓ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને ચેકિંગ શરૂ કર્યું હતું.
જામનગર એરપોર્ટને ધમકી ભર્યો ઇ-મેઇલ મળ્યો
જામનગર એરપોર્ટને ધમકી ભર્યો ઈ મેઈલ મળ્યો હતો. જેની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી. પોલીસે એરપોર્ટના ખૂણે ખૂણે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. મુસાફરો અને સામાન સહિતની તપાસ કરવામાં આવી હતી. એરપોર્ટમાં સંવેદનશીલ સ્થળોની પણ તપાસ કરાઈ હતી. તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નહીં મળતાં તંત્રને રાહત થઈ હતી. આ ધમકી ભર્યો મેઈલ ક્યાંથી આવ્યો તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં હોવાનું જણાવવામાં આવ્યું છે.













