જૂનાગઢમાં રાયજીબાગમાં આવેલા કપડાના એક શો રૂમના મેનેજરે શો રૂમમાંથી વેચાતા કપડાના વેચાણની રકમનું ગોલમાલ કરીને 10.75 લાખ રૂપિયા ઓળવી જઈને દુકાનના માલિકને ખોટી બનાવટી કેશઅપ રીપોર્ટ અને બેન્ક સ્લીપમાં ચેડા કર્યાનું સામે આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુન્હો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી છે.


વેચાણની રકમ બેન્કમાં જમા કરવાને બદલે મેનેજર ઓળવી ગયો

રાજકોટમાં મવડી કણકોટ રોડ ઉપર રહેતા રાજેશકુમાર જન્માશંકર જોશીનો જૂનાગઢમાં રાયજીબાગ શોપિંગ સેન્ટરમાં રૂકીઝા નામનો કપડાનો શો રૂમ આવેલો છે, જેમાં અહીંના મેમણવાડામાં રહેતો ફરાઝ યુસુફ બેલીમ નામનો શખ્સ મેનેજર તરીકે નોકરી કરે છે, તેણે ગત 3 ફેબ્રુઆરીથી 19 જુલાઈ સુધીમાં શો રૂમમાં વેચાણ થયેલા કપડાના વેચાણની રકમમાં ગોલમાલ કરી હોવાનું સામે આવ્યું છે. ફરાઝે કુલ 10,75,400 રૂપિયા જે ખરેખર શો રૂમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવવાના હતા. તેના બદલે તે રકમ જમા નહીં કરાવીને ખોટી બનાવટી કેશઅપ રીપોર્ટ બનાવીને અને બેન્ક સ્લીપમાં પણ 18,000ના બદલે 1.08 લાખ કરીને ખોટી બેન્ક સ્લીપ પેઢીના વોટ્સઅપ ગ્રુપમાં મોકલીને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા આખરે ગઈકાલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ શરુ કરી છે.

જેલમાંથી આરોપીએ માગી 10 લાખની ખંડણી

બીજી તરફ જૂનાગઢમાં જોશીપરા આશિયાના સોસાયટીમાં રહેતા અને ઝાંઝરડા રોડ ઉપર ઈમ્પિરીયલ પ્લસમાં ત્રીજા માળે રઘુવીર ફાયનાન્સ નામે શેરબજારનું ટ્રેડીંગ કરતા ધવલ સુભાષભાઈ પાઠકે આજે બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં વંથલીના રવનીના અમીન ઈસ્માઈલ સાંધ, તેના માણસ એજાજ ઉર્ફે એજં કાસમમીયા બ્લોચ (જૂનાગઢ) અને અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં એવું જણાવ્યું છે કે, બે વર્ષ પહેલા જેમનું ખૂન થયેલું હતું, તે રામભાઈ રાઠોડે અગાઉ ધવલ પાઠકને શેરબજારમાં રોકાણ કરવા માટે 10 લાખ રૂપિયા આપ્યા હતા અને તે રકમ ધવલભાઈએ હીરાભાઈ વાંદા નામના વ્યક્તિની હાજરીમાં પરત આપી દીધી હતી, છતાં તે રકમ બળજબરીથી કઢાવવા માટે અમીન સાંધ તેના માણસ એજાજ ઉર્ફે એજુ મારફત ધવલભાઈની ઓફિસે અને રૂબરૂ મળીને ફોનમાં ધમકીઓ આપતો હતો.  

  • Follow us on: