જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા પાંચ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ આરોપીઓએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી.


આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી

રાજ્યના અલગ અલગ વિસ્તારમાં રહેતા 5 શખ્સોએ આપના સમર્થક બનીને મહિલા પીએસઆઇ સામે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલે જૂનાગઢ પોલીસે તપાસ શરુ કરી હતી અને તત્કાળ તપાસ શરુ કરી હતી.

રાજ્યમાં અલગ અલગ રહેતા આ 5 શખ્સોને ઝડપી પાડ્યા

પોલીસે સાયબર ક્રાઇમની મદદ મેળવીને સોશિયલ મીડિયાના એકાઉન્ટોની તપાસ કરીને અભદ્ર ટિપ્પણી કરનારા 5 શખ્સોની ઓળખ કરી હતી અને રાજ્યમાં અલગ અલગ રહેતા આ 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા.

આરોપીઓના મોબાઇલ કબજે લેવાયા

સોશિયલ મીડિયા પર ખોટી ઉશ્કેરણી કરનાર વિરુદ્ધ પોલીસે કડક વલણ દાખવ્યું હતું અને પકડાયેલા પાંચેય આરોપીના મોબાઇલ ફોન જપ્ત કરીને વધુ તપાસ શરુ કરી હતી,.


  • Follow us on: